અન્યાય... કવિતા
*અન્યાય* ૩૧-૩-૨૦૨૧
અન્યાય કર્યે ઘરમાં ઝઘડાં ઝાઝાં લાવે છે,
કૂડા કર્મોથી જિંદગીમાં વેરો આતરો થાય છે.
ભેદભાવથી ઘરમાં ભાગલા પડી જાય છે,
એક સારો ને બીજો નરસો એ તફાવત દઝાડે છે.
વેરો આતરો એ છળકપટ નાં કામ છે,
ન્યાય પૂર્વક નિતી ઘરમાં સ્વર્ગ લાવે છે.
ભાવના આ ભેદભાવ અહીં ઓછાં જાણે છે,
માટેજ ઘેર ઘેર માટીનાં ચૂલા હજુયે છે
જમવામાં જગલો ને કૂટવામાં ભગલો હોય છે.
આ વેરો આતરો દુઃખનું કારણ બને છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment