આ જીવન... ભક્તિ ગીત

*આ જીવન* ભક્તિ ગીત.. ૫-૪-૨૦૨૧

એ જીવન ધન્ય છે જેનું મન ચેહર મય રે,
સત્ય વચનનું પાલન કરતાં કટુ વચન કદી નાં મુખે ધરે રે.

મંગલ થાશે તેનુ, ચેસરમય છે જેનુ મન રે,
કુડુ કરવા કોઈનું ન ચાહે,  ચાલે સદા જે ભક્તિ માર્ગ રે.

વંદે સુર, ગુરુ, ધેનુ ચેહર મય છે જેનુ મન રે,
દસે દિશ વાગે એના ડંકા, ચેહર મા પકડે હાથ રે.

નિશાન ઉડે નિર્ભેનુ, ચેહર મય છે જેનુ મન રે,
ભાવના એ જીવન ધન્ય છે, એનાં તન, મન, ધન પાવન રે.

જન્મ, મરણ,  દુઃખ શેનુ,  ચેહર મય છે જેનુ મન રે,
નિર્મળ બનીને ભજે ચેહર મા નાં ચરણો રે...
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ