Posts

Showing posts with the label આ ચેહર મા

આ ચેહર મા

*આ ચેહર મા* ભક્તિ ભાવ.. ૮-૯-૨૦૨૦ મંગળવાર આ ચેહર મા આત્માનું બખ્તર છે, માટેજ કળિયુગમાં હાજરાહજૂર છે. આ ચેહર મા તો છે પરમ દયાળુ, ભાવના સભર જીવોનું અસ્તર છે. મીઠી જીભ તો સહુને વ્હાલી છે, કડવું નાં બોલો એ તો નસ્તર   છે. ચેહર મા એ તો દયાનો દરિયો છે, આંખો દર્શન કરી પાવન બને છે. અધર્મ કરનારને ધર્મનાં માર્ગે લાવે છે, ધર્મ તો ચેહર માની ભક્તિનું જંતર છે. મન  સદ્દગુણ ભરવાનો પટારો  છે, નહિ તો દુર્ગુણ જિંદગી નું કનસ્તર છે. અવતાર‌ પરખાય મા નો તો દેવી છે, નહિતો ગજબ કાળમીંઢ પત્થર  છે.. ભાવના ભટ્ટ અમદાવાદ......

આ ચેહર મા

*આ ચેહર મા* ભક્તિ ગીત.. ૨૭-૮-૨૦૨૦ ગુરૂવાર આ જિંદગીનું મજાનું અંગ છું હું, ચેહર મા ની પેઢીનું વારસ છું હું. રોકવા માટે ભલે કરે લાખ પ્રયત્નો દુનિયા, અડચણો સામે મજાનો જંગ છું હું. સાથ ચેહર મા તારો બીજી કોઈ જરૂર જ ક્યાં છે, અેક જ સાદ ને ચેહર મા હરપળ સંગ રહે છે. અેક ચેહર મા પર સાચી ભાવના રાખો પાર ઉતારે છે, જીવન દાત્રી મુસીબતમાં થી બહાર નિકાળે છે. રમેશભાઈ ની ભક્તિ ની લાજ ચેહર મા રાખે છે, ભટ્ટ પરિવારની દરેક મુસિબતો ને દૂર કરે છે... ભાવના ભટ્ટ અમદાવાદ...