આ ચેહર મા

*આ ચેહર મા* ભક્તિ ભાવ.. ૮-૯-૨૦૨૦ મંગળવાર

આ ચેહર મા આત્માનું બખ્તર છે,
માટેજ કળિયુગમાં હાજરાહજૂર છે.

આ ચેહર મા તો છે પરમ દયાળુ,
ભાવના સભર જીવોનું અસ્તર છે.

મીઠી જીભ તો સહુને વ્હાલી છે,
કડવું નાં બોલો એ તો નસ્તર   છે.

ચેહર મા એ તો દયાનો દરિયો છે,
આંખો દર્શન કરી પાવન બને છે.

અધર્મ કરનારને ધર્મનાં માર્ગે લાવે છે,
ધર્મ તો ચેહર માની ભક્તિનું જંતર છે.

મન  સદ્દગુણ ભરવાનો પટારો  છે,
નહિ તો દુર્ગુણ જિંદગી નું કનસ્તર છે.

અવતાર‌ પરખાય મા નો તો દેવી છે,
નહિતો ગજબ કાળમીંઢ પત્થર  છે..
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ