Posts

Showing posts with the label આંખો જુએ વાટ

આંખો જુએ વાટ

*આંખો જુએ વાટ*. ભક્તિ ગીત... ૧૨-૮-૨૦૨૦ બુધવાર.. આંખો જુએ વાટડી ક્યારની ઓ કનૈયા, ભાવના ભરેલું હૈયું ધબકે છે નામ લઈને ઓ કનૈયા. રાધા, ગોપીઓ એ રસમય બનીને જીવનને સફળ કર્યું કનૈયા, યાદવ કુળને સાથે રાખીને એક માળા નાં મણકા બનાવ્યા કનૈયા. ગોકુળ, મથુરામાં અગણિત પરાક્રમ કર્યા કનૈયા, ભાવ સભર દિલનો નાદ સાંભળી આવજે કનૈયા. આ મહામારીમાં ઠંડીગાર ક્ષણો અકળાવે કેવી એ જો કનૈયા, ભકતો બોલાવે ચાલ આજે ઘરેથી ઉજવીશું જન્માષ્ટમી કનૈયા. આંખો દર્શન કાજે વરસે સમયે આવજે મોરલી વગાડતો કનૈયા, ભાવિક ભક્તો એ કરી  દીધી છે હૈયેથી હાકલ હેપી બર્થડે કનૈયા. ભાવના ભટ્ટ અમદાવાદ.....

આંખો જુએ વાટ

*આંખો જુએ વાટ*. ભક્તિ ગીત... ૭-૮-૨૦૨૦ આંખો જુએ વાટડી ક્યારની ઓ ચેહર  મા, ભાવના ભરેલું હૈયું ધબકે છે નામ લઈને ઓ ચેહર મા. રૂપા બા, નાયણ નાગરે રસમય બનીને જીવનને સફળ કર્યું ચેહર મા, ભટ્ટ પરિવારને સાથે રાખીને એક માળા નાં મણકા બનાવ્યા ચેહર મા. ગોરનાં કૂવે અગણિત પરચા પૂર્યા છે ચેહર મા, રમેશભાઈ ના દિલનો નાદ સાંભળી આવજે ચેહર મા. આ મહામારીમાં ઠંડીગાર ક્ષણો અકળાવે કેવી જુઓ ચેહર મા, ગવૈયા બોલાવે ચાલો હવે સંગ સંગ કરીશું એક જાતર, ચેહર મા. આંખો દર્શન કાજે વરસે  સમયે આવજે ચેહર મા, ભાવિક ભક્તો એ કરી  દીધી છે હૈયેથી હાકલ ચેહર મા... ભાવના ભટ્ટ અમદાવાદ.....