આંખો જુએ વાટ

*આંખો જુએ વાટ*. ભક્તિ ગીત... ૭-૮-૨૦૨૦

આંખો જુએ વાટડી ક્યારની ઓ ચેહર  મા,
ભાવના ભરેલું હૈયું ધબકે છે નામ લઈને ઓ ચેહર મા.

રૂપા બા, નાયણ નાગરે રસમય બનીને જીવનને સફળ કર્યું ચેહર મા,
ભટ્ટ પરિવારને સાથે રાખીને એક માળા નાં મણકા બનાવ્યા ચેહર મા.

ગોરનાં કૂવે અગણિત પરચા પૂર્યા છે ચેહર મા,
રમેશભાઈ ના દિલનો નાદ સાંભળી આવજે ચેહર મા.

આ મહામારીમાં ઠંડીગાર ક્ષણો અકળાવે કેવી જુઓ ચેહર મા,
ગવૈયા બોલાવે ચાલો હવે સંગ સંગ કરીશું એક જાતર, ચેહર મા.

આંખો દર્શન કાજે વરસે  સમયે આવજે ચેહર મા,
ભાવિક ભક્તો એ કરી  દીધી છે હૈયેથી હાકલ ચેહર મા...
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ