આંખો જુએ વાટ
*આંખો જુએ વાટ*. ભક્તિ ગીત... ૧૨-૮-૨૦૨૦ બુધવાર..
આંખો જુએ વાટડી ક્યારની ઓ કનૈયા,
ભાવના ભરેલું હૈયું ધબકે છે નામ લઈને ઓ કનૈયા.
રાધા, ગોપીઓ એ રસમય બનીને જીવનને સફળ કર્યું કનૈયા,
યાદવ કુળને સાથે રાખીને એક માળા નાં મણકા બનાવ્યા કનૈયા.
ગોકુળ, મથુરામાં અગણિત પરાક્રમ કર્યા કનૈયા,
ભાવ સભર દિલનો નાદ સાંભળી આવજે કનૈયા.
આ મહામારીમાં ઠંડીગાર ક્ષણો અકળાવે કેવી એ જો કનૈયા,
ભકતો બોલાવે ચાલ આજે ઘરેથી ઉજવીશું જન્માષ્ટમી કનૈયા.
આંખો દર્શન કાજે વરસે સમયે આવજે મોરલી વગાડતો કનૈયા,
ભાવિક ભક્તો એ કરી દીધી છે હૈયેથી હાકલ હેપી બર્થડે કનૈયા.
ભાવના ભટ્ટ અમદાવાદ.....
Comments
Post a Comment