Posts

Showing posts with the label આધાર ચેહર મા

આધાર ચેહર મા.. ભક્તિ ગીત

*આધાર ચેહર મા* ભક્તિ ગીત.. ૨-૪-૨૦૨૧ આધાર ચેહર મા બની રહે છે, ભલેને કનડગત દુનિયા કરતી. રોજ એનાં ભરોસે સૂવું છું, રાત્રે ઓશિકે હાજર રહે છે. મૂડી તો ચેહર મા નાં નામની છે, ભાવના બીજી ધનદોલત શું કરું? જે લખ્યું નસીબમાં મળે છે, પણ ચેહર મા ભાગ્ય ઉઘાડે છે. અભરખા ચેહર મા પૂર્ણ કરે છે, બાકી ઈર્ષા તો સૌ કોઈ કરે છે. જગતમાં કોઈ સાથ દે કે નહીં, પણ ચેહર મા સાથે જ રહે છે. મોહ માયાનાં આ જગતમાં, એક ચેહર મા લહેર કરાવે છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

આધાર ચેહર મા

*આધાર ચેહર મા* ભક્તિ ગીત.૨૦-૯-૨૦૨૦ મુક્તિનાં મોલ આધાર મા, પાવર વાળી એ ચેહર મા. લહેર સરખી આવે ચેહર મા, જરા કસર ક્યાં રાખે ચેહર મા. આમ જ વ્હારે  આવે ચેહર મા, વગાડો ઢોલ,મંજીરા આવે ચેહર મા. લાજ  જવા  દે  નહીં  ચેહર મા, દિલની ભાવના સાંભળે ચેહર મા. ઠાઠ મોટાં ખોરડાં નાં સાચવે  મા, દર્શન દઈને  આશ પૂરે ચેહર મા. હૈયાંની વ્યથાને દૂર કરે ચેહર મા, અશ્રું  દૂર  કરી હસાવે  ચેહર મા. ભાવના ભટ્ટ અમદાવાદ...