આધાર ચેહર મા.. ભક્તિ ગીત
*આધાર ચેહર મા* ભક્તિ ગીત.. ૨-૪-૨૦૨૧
આધાર ચેહર મા બની રહે છે,
ભલેને કનડગત દુનિયા કરતી.
રોજ એનાં ભરોસે સૂવું છું,
રાત્રે ઓશિકે હાજર રહે છે.
મૂડી તો ચેહર મા નાં નામની છે,
ભાવના બીજી ધનદોલત શું કરું?
જે લખ્યું નસીબમાં મળે છે,
પણ ચેહર મા ભાગ્ય ઉઘાડે છે.
અભરખા ચેહર મા પૂર્ણ કરે છે,
બાકી ઈર્ષા તો સૌ કોઈ કરે છે.
જગતમાં કોઈ સાથ દે કે નહીં,
પણ ચેહર મા સાથે જ રહે છે.
મોહ માયાનાં આ જગતમાં,
એક ચેહર મા લહેર કરાવે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment