Posts

Showing posts with the label પડકાર

પડકાર.. કવિતા.. ૧૦-૩-૨૦૨૧

*પડકાર* ૧૦-૩-૨૦૨૧ જિંદગીને પડકાર માનીને જીવું છું,  પાછીપાની કરુ એવી છું જ નહીં.  હું હાર ના માનું સંઘર્ષ ને માત આપુ છું,  નાહિમંત બની પીછેહઠ કરું જ નહીં.  ટુટી ગયેલા સંબંધો પણ જીંવત કરું છું, કર્તવ્યથી કદી પાછીપાની કરુ જ નહીં.  ભાવના સભર સ્વપ્નને પડકાર કરું છું,  એમનમ તો હું શમણાં જોવુ જ નહીં.  શોધી શકશો ઘર મારુ હું અહીં જ રહું છું,  સંબંધ એટલોજ અકબંધ છે એમ હારો નહીં.  મનની શક્તિનો સદુપયોગ કરવામાં માનુ છું, હૈયામાં હામ હજું છે પાછીપાની કરુ નહીં. આવાં કંઈ પડકારો આવ્યાં જિંદગીમાં, પણ કદી પડકાર થી હાર માની નહીં.. ભાવના ભટ્ટ અમદાવાદ....

પડકાર

*પડકાર* લઘુકથા... ૨-૮૨૦૨૦ રવિવાર... આરતી જન્મી ત્યારથી જ અનેક પડકારો નો સામનો કરતી આવી.. એનાં જન્મ પછી એની મમ્મી એને  રડતી મૂકીને પ્રભુ ધામ જતી રહી... પપ્પા અને મોટા ભાઈ.. જીતેશભાઇ એ જ એને ગાયનાં દૂધ પર મોટી કરી ... એ વીસ વર્ષની હતી અને એનાં પપ્પા એ નાતના એક છોકરો પિયુષ જોડે એનું લગ્ન નક્કી કર્યું એણે પપ્પા ની વાત ને સંમતિ આપી.. લગ્ન પછી અચાનક જ પિયુષ નાં ધંધામાં ખોટ જતાં દેવાદાર થઈ ગયો એટલે ફેક્ટરી અને બંગલો વેચી દેવું ભરપાઈ કરી ને ભાડાનાં મકાનમાં રેહવા લાગ્યાં પણ.. હજુ લગ્ન ને સાત મહિના જ થયા હતા અને આરતી બેજીવસોતી હતી અને એનાં પપ્પા ને એટેક આવ્યો અને એ પ્રભુ ધામ જતાં રહ્યાં...  આરતી પર તો દુઃખ નો પહાડ તૂટી પડયો.. પિયુષ પણ ધંધો સંભાળતો હોવાથી નવ ધોરણ જ પાસ હતો એટલે નોકરી મળતી નહોતી..  આરતી એ પડકાર નો સામનો કરીને નોકરી કરીને ઘર ચલાવ્યું.. અને પિયુષ ને ઓળખાણ લગાવીને  આઈ ટી આઈ કરાવ્યું અને એ પણ નોકરી એ લાગ્યો.. આમ અનેક પડકાર સહન કરીને આરતીએ આજે પોતાનું બે માળનું મકાન બનાવ્યું અને સુખેથી રહે છે... ભાવના ભટ્ટ અમદાવાદ...