પડકાર

*પડકાર* લઘુકથા... ૨-૮૨૦૨૦ રવિવાર...

આરતી જન્મી ત્યારથી જ અનેક પડકારો નો સામનો કરતી આવી..
એનાં જન્મ પછી એની મમ્મી એને  રડતી મૂકીને પ્રભુ ધામ જતી રહી...
પપ્પા અને મોટા ભાઈ.. જીતેશભાઇ એ જ એને ગાયનાં દૂધ પર મોટી કરી ...
એ વીસ વર્ષની હતી અને એનાં પપ્પા એ નાતના એક છોકરો પિયુષ જોડે એનું લગ્ન નક્કી કર્યું એણે પપ્પા ની વાત ને સંમતિ આપી..
લગ્ન પછી અચાનક જ પિયુષ નાં ધંધામાં ખોટ જતાં દેવાદાર થઈ ગયો એટલે ફેક્ટરી અને બંગલો વેચી દેવું ભરપાઈ કરી ને ભાડાનાં મકાનમાં રેહવા લાગ્યાં પણ..
હજુ લગ્ન ને સાત મહિના જ થયા હતા અને આરતી બેજીવસોતી હતી અને એનાં પપ્પા ને એટેક આવ્યો અને એ પ્રભુ ધામ જતાં રહ્યાં... 
આરતી પર તો દુઃખ નો પહાડ તૂટી પડયો..
પિયુષ પણ ધંધો સંભાળતો હોવાથી નવ ધોરણ જ પાસ હતો એટલે નોકરી મળતી નહોતી.. 
આરતી એ પડકાર નો સામનો કરીને નોકરી કરીને ઘર ચલાવ્યું..
અને પિયુષ ને ઓળખાણ લગાવીને  આઈ ટી આઈ કરાવ્યું અને એ પણ નોકરી એ લાગ્યો..
આમ અનેક પડકાર સહન કરીને આરતીએ આજે પોતાનું બે માળનું મકાન બનાવ્યું અને સુખેથી રહે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ