પડકાર.. કવિતા.. ૧૦-૩-૨૦૨૧

*પડકાર* ૧૦-૩-૨૦૨૧
જિંદગીને પડકાર માનીને જીવું છું, 
પાછીપાની કરુ એવી છું જ નહીં. 

હું હાર ના માનું સંઘર્ષ ને માત આપુ છું, 
નાહિમંત બની પીછેહઠ કરું જ નહીં. 

ટુટી ગયેલા સંબંધો પણ જીંવત કરું છું,
કર્તવ્યથી કદી પાછીપાની કરુ જ નહીં. 

ભાવના સભર સ્વપ્નને પડકાર કરું છું, 
એમનમ તો હું શમણાં જોવુ જ નહીં. 

શોધી શકશો ઘર મારુ હું અહીં જ રહું છું, 
સંબંધ એટલોજ અકબંધ છે એમ હારો નહીં. 

મનની શક્તિનો સદુપયોગ કરવામાં માનુ છું,
હૈયામાં હામ હજું છે પાછીપાની કરુ નહીં.

આવાં કંઈ પડકારો આવ્યાં જિંદગીમાં,
પણ કદી પડકાર થી હાર માની નહીં..

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ