Posts

Showing posts with the label મમતા

મમતા

*મમતા* અછાંદસ કાવ્ય. ૨૬-૯-૨૦૨૦ મમતા વેરી સ્નેહની સોગાત કરે છે, મા જ મમતાને લૂંટાવીને લાણી કરે છે. અધર ખામોશ રાખીને ઘરને આબાદ કરે છે, મમતા ભરી મીઠી નજરથી એ વાત કરે છે. મમતાની  દેવી બેસૂમાર  લાડ,પ્યાર  કરે છે, માથે હાથ ફેરવી આખા દિ નો થાક દૂર કરે છે. મા મમતાથી આવેલી આફતો દૂર કરે છે, મા સંતાનો માટે તો હરએક ઉપાય કરે છે. મા  મમતાથી  હર એક  બલા દૂર કરે છે, નિર્મળ ભાવનાઓથી સદાય મા પ્રેમ કરે છે.. ભાવના ભટ્ટ અમદાવાદ..

મા નો પ્રેમ

મા નો પ્રેમ... કોટ્સ... ૩૦-૮-૨૦૨૦ આ જિંદગી જેણે આપી, આ દુનિયામાં જે લાવ્યા. અને ચાલતાં અને જીવતાં શિખવાડ્યું, એ *મા* ભગવાન ની છાયા છે. મા નો નિર્મળ પ્રેમ એ, આ ધરતી પર સ્વર્ગ બનાવે છે. મા ની મમતા નાં કોઈ જ મૂલ નથી, મા લાગણીઓ નો જીવતો ખજાનો છે... ભાવના ભટ્ટ અમદાવાદ..