મમતા

*મમતા* અછાંદસ કાવ્ય. ૨૬-૯-૨૦૨૦

મમતા વેરી સ્નેહની સોગાત કરે છે,
મા જ મમતાને લૂંટાવીને લાણી કરે છે.

અધર ખામોશ રાખીને ઘરને આબાદ કરે છે,
મમતા ભરી મીઠી નજરથી એ વાત કરે છે.

મમતાની  દેવી બેસૂમાર  લાડ,પ્યાર  કરે છે,
માથે હાથ ફેરવી આખા દિ નો થાક દૂર કરે છે.

મા મમતાથી આવેલી આફતો દૂર કરે છે,
મા સંતાનો માટે તો હરએક ઉપાય કરે છે.

મા  મમતાથી  હર એક  બલા દૂર કરે છે,
નિર્મળ ભાવનાઓથી સદાય મા પ્રેમ કરે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ