Posts

Showing posts with the label મા

મા

*મા*  લેખ.... ૩૧-૮-૨૦૨૦ સોમવાર મા એ મા છે જેનું મૂલ્ય કરવું અઘરું છે..‌ મા નું રુણ ઉતારી શકાય એમ નથી પછી એ મા ઘરની જન્મદાતા છે માટે ઘરની મા ને ખુશ રાખો કારણકે મા આખર મા છે... યહુદી ધર્મગ્રંથ 'એક ઠેકાણે લખ્યું છે ઈશ્વર બધે નથી પહોંચી શકતા માટે તેણે " મા " નું સર્જન કર્યું છે... કેવી ઊંચી વાત કહી છે પણ આપણે એની કદર કરતા નથી... મા એ તો પરમાત્માની નાની આવૃત્તિ છે.. મા ની મમતા ના મૂલ કરતાં તો કવિઓ પણ થાકી ગયા પણ મમતા ના મૂલ્ય ના જ કરી શકાયા.... મા ની વાત્સલ્ય ને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે.. મા ની કરુણા વિશે લખવા બેસીએ તો અક્ષરો પણ ઓછો પડે..એ પણ બહુ જ મોટી અને મોંઘી વાત કરી છે... માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે " મા " .... મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે " મારી મા " ... માની આંખોમાં આવેલ આંસુ એ આંસુ નહીં પણ એની ભાવનાઓનું લોહી છે જે વહે છે માટે મા ના આંસુ તરફ બેપરવા ના બનશો... અનેક સંતો મહંતો એ મા વિશે ઘણું કહ્યું છે અને લખાયું પણ છે.... દરેક જીવ સૃષ્ટિ ની મા જુવો એની મમતા તોલે કોઈ જ ના આવી શકે. મા ના આશીર્વાદ એ ભાવમંગલ છ...

ઓ ચેહર માવડી રે

*ઓ..ચેહર માવડી  રે..* ભક્તિ ગીત... ઓ ! ચેહર માવડી  રે.ઓ ચેહર માવડી  રે, સાદ સાંભળીને આ તરફ તું  ધ્યાન દે રે..ઓ ચેહર માવડી રે. રમેશભાઈ ની અરજ સાંભળી, દોડતી આવે રે..ઓ  ચેહર માવડી રે, ભટ્ટ પરિવાર ની તું છો અમારી શાન,રે.. ચેહર માવડી રે. રૂપા બા તારી ભકિતીમાં ભુલી ભાન,રે..ચેહર માવડી રે, નાયણા નાગર ભકિતમાં તરબોળ લઈ તારું નામ રે.. ઓ ચેહર માવડી રે. ગવૈયાઓ નું હૈયું ગાય છે તારું ગાન રે..ચેહર માવડી રે, ભાવના ને ચડ્યું છે તારું તાન રે..ચેહર માવડી રે. ભક્તોનું ચિતડું  કરે છે પોકાર રે..ચેહર માવડી ‌રે, દર્શન આપો મહેરામણ ને રે.. ચેહર માવડી રે. ભાવિક ભક્તો થયાં તારાં દર્શનનાં દીવાના રે.. ચેહર માવડી રે ગોરનાં કુવે તારો મુકામ રે.. ચેહર માવડી રે. તું દે દર્શન છોડીને હઠ રે.. ચેહર માવડી રે, તો છુટે આ મહામારીનો કેર રે..ચેહર માવડી રે.... ભાવના ભટ્ટ અમદાવાદ.....