મા
*મા* લેખ.... ૩૧-૮-૨૦૨૦ સોમવાર
મા એ મા છે જેનું મૂલ્ય કરવું અઘરું છે.. મા નું રુણ ઉતારી શકાય એમ નથી પછી એ મા ઘરની જન્મદાતા છે માટે ઘરની મા ને ખુશ રાખો કારણકે મા આખર મા છે... યહુદી ધર્મગ્રંથ 'એક ઠેકાણે લખ્યું છે ઈશ્વર બધે નથી પહોંચી શકતા માટે તેણે " મા " નું સર્જન કર્યું છે... કેવી ઊંચી વાત કહી છે પણ આપણે એની કદર કરતા નથી... મા એ તો પરમાત્માની નાની આવૃત્તિ છે.. મા ની મમતા ના મૂલ કરતાં તો કવિઓ પણ થાકી ગયા પણ મમતા ના મૂલ્ય ના જ કરી શકાયા.... મા ની વાત્સલ્ય ને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે.. મા ની કરુણા વિશે લખવા બેસીએ તો અક્ષરો પણ ઓછો પડે..એ પણ બહુ જ મોટી અને મોંઘી વાત કરી છે... માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે " મા " .... મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે " મારી મા " ... માની આંખોમાં આવેલ આંસુ એ આંસુ નહીં પણ એની ભાવનાઓનું લોહી છે જે વહે છે માટે મા ના આંસુ તરફ બેપરવા ના બનશો... અનેક સંતો મહંતો એ મા વિશે ઘણું કહ્યું છે અને લખાયું પણ છે.... દરેક જીવ સૃષ્ટિ ની મા જુવો એની મમતા તોલે કોઈ જ ના આવી શકે. મા ના આશીર્વાદ એ ભાવમંગલ છે.... આખરે તો પરમાત્મામાયે " મા " જ છે.. આત્મામાં તો " મા " છે જ.મા વિષય લખવાનો નહીં એના અસ્તિત્વ નો સ્વીકાર કરી મા ને લાગણી આપવાનો છે.. " મા એટલે જ આ દેહ " .... મા નું વ્યક્તિ એટલે મા ની આત્મામાં રહેલા બાળકો અને એમનું કલ્યાણ એ જ મા ની જિંદગી નો ધ્યેય હોય છે.ભાવના ભટ્ટ અમદાવાદ..
Comments
Post a Comment