ઓ ચેહર માવડી રે

*ઓ..ચેહર માવડી  રે..* ભક્તિ ગીત...

ઓ ! ચેહર માવડી  રે.ઓ ચેહર માવડી  રે,
સાદ સાંભળીને આ તરફ તું  ધ્યાન દે રે..ઓ ચેહર માવડી રે.

રમેશભાઈ ની અરજ સાંભળી, દોડતી આવે રે..ઓ  ચેહર માવડી રે,
ભટ્ટ પરિવાર ની તું છો અમારી શાન,રે.. ચેહર માવડી રે.

રૂપા બા તારી ભકિતીમાં ભુલી ભાન,રે..ચેહર માવડી રે,
નાયણા નાગર ભકિતમાં તરબોળ લઈ તારું નામ રે.. ઓ ચેહર માવડી રે.

ગવૈયાઓ નું હૈયું ગાય છે તારું ગાન રે..ચેહર માવડી રે,
ભાવના ને ચડ્યું છે તારું તાન રે..ચેહર માવડી રે.

ભક્તોનું ચિતડું  કરે છે પોકાર રે..ચેહર માવડી ‌રે,
દર્શન આપો મહેરામણ ને રે.. ચેહર માવડી રે.

ભાવિક ભક્તો થયાં તારાં દર્શનનાં દીવાના રે.. ચેહર માવડી રે
ગોરનાં કુવે તારો મુકામ રે.. ચેહર માવડી રે.

તું દે દર્શન છોડીને હઠ રે.. ચેહર માવડી રે,
તો છુટે આ મહામારીનો કેર રે..ચેહર માવડી રે....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments