આંખો જુએ વાટ
*આંખો જુએ વાટ*. ભક્તિ ગીત... ૧૨-૮-૨૦૨૦ બુધવાર.. આંખો જુએ વાટડી ક્યારની ઓ કનૈયા, ભાવના ભરેલું હૈયું ધબકે છે નામ લઈને ઓ કનૈયા. રાધા, ગોપીઓ એ રસમય બનીને જીવનને સફળ કર્યું કનૈયા, યાદવ કુળને સાથે રાખીને એક માળા નાં મણકા બનાવ્યા કનૈયા. ગોકુળ, મથુરામાં અગણિત પરાક્રમ કર્યા કનૈયા, ભાવ સભર દિલનો નાદ સાંભળી આવજે કનૈયા. આ મહામારીમાં ઠંડીગાર ક્ષણો અકળાવે કેવી એ જો કનૈયા, ભકતો બોલાવે ચાલ આજે ઘરેથી ઉજવીશું જન્માષ્ટમી કનૈયા. આંખો દર્શન કાજે વરસે સમયે આવજે મોરલી વગાડતો કનૈયા, ભાવિક ભક્તો એ કરી દીધી છે હૈયેથી હાકલ હેપી બર્થડે કનૈયા. ભાવના ભટ્ટ અમદાવાદ.....