ધોની

*ધોની* અછાંદસ કાવ્ય.. ૨૩-૮-૨૦૨૦ રવિવાર

આપણાં બધાંનો લોકલાડીલો ધોની,
રીટાયરમેન્ટ લઈ આંચકો આપ્યો ધોનીએ.

દરેક ભારતીય ની એક જ આશ‌ ધોની,
કરે ચમત્કાર જ્યારે ટીમ હોય મુશ્કેલીમાં.

મગજ ઠંડું અને બુદ્ધિમત્તા પ્રખર,
કયારેય નિરાશા કે હાર ન માને ધોની.

ક્રિકેટ જગતમાં જાણીતું નામ ધોની,
હેલિકોપ્ટર શોટ પહેચાન માહી ની.

પ્રખર તેજ નજર અને સ્ફૂર્તિ ગજબ,
વિકેટ કિપીગ નો બેતાજ બાદશાહ માહી.

ભારત નો સફળ કપ્તાન ધોની,
જ્યારે ઠાની લે જીત હાંસલ કરે ધોની.

ધોની ની તો વાત જ નાં થાય,
ભાવના સભર હૈયે વસ્યો ધોની.

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ