મારે આંગણે ખીસકોલી

*મારે આંગણે ખીસકોલી* કવિતા.... ૧૩-૮-૨૦૨૦ ગુરૂવાર

મારા આંગણામાં ખીસકોલી ગાંઠિયા ખાવાં આવે,
કાગડા જોડે ઝઘડતી ખીસકોલી, ગાંઠિયા ખાવાં આવે.

ઝાડને વંડી, દીવાલે તારી કુદાકુદ, કૂંડામાં રોપેલા છોડ કાતરે,
અવાજ સહેજ થાય તો દોડીને સંતાઈ જાતી ઓથારે.

દોડા દોડ કરતી અને ગાંઠિયા મોમાં લઈને ભાગતી,
આમતેમ જોતી ને ગાંઠિયા ખાતીને બીજા લઈ ભાગતી.

આંગણામાં તારી આ કુદાકુદ જોઈ મન હરખાતુ, 
આવાં તારાં નખરાં જોઈને મન હરખાતુ.

તારુ ઝઘડવું કાગડા સાથેને વળી પાછું ભેગાં ખાવું,
ભાવના આ સુંદર નજારો જોઈને, બતાવે બધાને તારું ગાંઠિયા ખાવું. 

આ જ્યાંત્યાં લટકવું ને ઝાડ ઉપર ચઢવું ને અમારા માળિયામાં રેહવુ,
માળિયામાં થી ઉતરી ને રાત્રે ટીવી જોવા ખીસકોલી નું બેસવું....
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ