હીંચકો

હીંચકો.. અછાંદસ કાવ્ય.. ૧-૯-૨૦૨૦

મારા સુખ દુઃખ નો સાથી મારો હીંચકો,
મારા વિચારોનું આદાન પ્રદાન મારો હીંચકો.

મારા ગમા અણગમાનું પ્રદાન એટલે મારો હીંચકો,
મારા જીવનનો એક આધાર એટલે મારો હીંચકો.

ભાવનાની રચનાત્મક પ્રવૃત્તિઓનો સાક્ષી હીંચકો,
ભાવુની ધાર્મિક પ્રવૃત્તિઓનો સાક્ષી એટલે હીંચકો.

નાગરાણીઓની ઓળખ એટલે હીંચકો,
ભટ્ટ પરિવારની ઓળખ એટલે હીંચકો.

ભાવનાને ભાવ વિભોર કરતો આ હીંચકો,
મારા જીવનનો સૌથી ફેવરિટ આ હીંચકો...

ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ