માવડી નું ધાર્યું

*માવડી નું ધાર્યું* ભક્તિ ગીત.. ૧૮-૮-૨૦૨૦ મંગળવાર

આ મહામારીમાં ધાર્યું માવડીનું આખરે થવાનું,
હશે કિસ્મત માં અંતે એ જ બનવાનું.

ભાવના ધાર્યું  તે કરી શકું જાતે એ હવે નહીં થવાનું,
કુદરતનો કેર અને કર્મો તો અહીં જ સેહવાનુ.

રમેશભાઈ કહે છે,ધન દોલત અઢળક પડી રહેવાની અહીં,
પણ સત્યનું ભાથું અને પૂન્ય સાથે જરુર આવવાનું.

માટે જ ધાર્યું તો એક ચેહર મા નું જ થાય,
કરેલા અન્યાયો નું ફળ  અહીં જ  ભોગવવાનુ થાય.

મંદિરે તમે દરરોજ નહીં જાવ તો ચાલશે,
પણ ચેહર મા ની અંતરથી આરાધો  ચાલશે..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ