અધૂરપ

*અધૂરપ* કવિતા.. ૧૯-૮-૨૦૨૦
   
અધૂરપનાં  ધણ  ચાલ્યાં   છે,
ઈચ્છાઓના રણ  ચાલ્યાં છે.

 આજ  દુઃખમાં  છે  આ  હૈયું, 
 આંખોનાં એ સપનાં ચાલ્યાં છે.

 અધૂરપ રહી જીવન જીવવા,
 અપેક્ષાઓ નાં વન ચાલ્યાં છે.

 આમ હસતાં ચહેરાઓ જોવાને,
 અશ્રુઓ નાં વહાણ ચાલ્યાં  છે.

 યુગોથી એક મૃગતુષ્ણા લઈ, 
 જળને મળવા રણ ચાલ્યા છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ