અમારો શ્રવણ

*અમારો શ્રવણ* અછાંદસ કાવ્ય. ૨૩-૮-૨૦૨૦

મા ચેહર નો આપેલો દીકરો આજ દોડતો થઈ  ગ્યો,
પિતાને કોરોના મુક્ત કરવા દુનિયાથી લડતો થઈ ગ્યો.

આ પરિસ્થિતિમાં એકલો દોડતો ફરે એ "પિતાની" ચિંતા કાજે,
કળિયુગ નો શ્રવણ બની રાત દિ એક કરી દોડતો થઈ ગ્યો.

કેટલા દુ:ખો વેઠી દિકરો, માતા પિતા ના સુખ માટે સાહેબ, દોડતો થઈ ગયો,
દુખમાં ધૂત દીકરો આજ મા બાપ નો એક સહારો બની ગ્યો.

ઘરનું ખાણું પણ આજ એને ગળે ઉતરતું નથી,
પિતા જમે એ માટે ફળફળાદિ નાં ઢગલાં કરી દીધાં.

ગરમ પાણી,ચા, જમવાનું આપવા પચાસ ધક્કા ખાતો થઈ ગયો,
અંતરથી ભાવના ભરીને પિતાને સાજા કરવા આકાશ પાતાળ એક કરી રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ