માતાજી નો‌ સાથ

*માતાજી નો સાથ* ભક્તિ ભાવ.. ૨૧-૮-૨૦૩૦

આમ અમસ્તા આટલું ગભરાય છે,
જુવો માતાજી નો સાથ સદા સાથે છે.

દુઃખમાં પણ સરળ રસ્તો થાય છે,
ચેહર મા નો માથે સદા હાથ જો છે.

ફક્ત હાથેથી નથી સરતો સમય,
માતાજી ના મંત્રથી પાર ઉતરાય છે.

એટલે જ રહો સદાય માં ના શરણે,
ચેહરમાં ના નામથી આમ તરી જવાય છે.

દુઃખમાં દોડતી આવી વ્હારે ચઠે છે,
દિલની ભાવના જોઈ અમી વરસાવે છે.

એટલે ઊમટે મહેરામણ અહીં જુવોને,
ગોરના કુવે  ચેહરમાં પરચા જો પુરે છે...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ