લાખેણી ચેહર મા
*લાખેણી ચેહર મા* ભક્તિ ગીત... ૧પ-૮-૨૦૨૦ શુક્રવાર..
આ સૂનાં દિલમાં ચેહર મા નો દીપક જલાવી જુઓ,
ગોરનાં કુવે બેઠેલી કરૂણામય ચેહર મા ને જગાવી જુઓ.
ભાવના સાચી હશે તો જાગી જશે ચેહર મા જુઓ,
ગવૈયાઓ નાં હેતે ભરેલાં ગીતથી દોડી આવે ચેહર મા જુઓ.
રમેશભાઈ ની સાચી અને સચોટ વાતો શ્રધ્ધાથી ભજો ચેહર મા,
મુશ્કેલી ગમે એવી આવે પણ તમારો ભરોસો જીતાડશે એ જુઓ.
રૂપા બા, નાયણા નાગર પણ શ્રધ્ધા રાખી પાર ઉતર્યા જુઓ,
હું પતના મેલ મનથી કાઢી હૈયાંનાં હેતુથી ભજી તો જુઓ.
ભટ્ટ કુટુંબ એટલેજ વારી વારી ગુણલા ગાય છે જુઓ,
લાખેણી ચેહર મા ને એકવાર દિલથી ભજી તો જુઓ...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment