પડછાયો
*"પડછાયો"* કવિતા. ૨૮-૮-૨૦૨૦
મારો પડછાયો મારો પૂરક છે,
મારા જીવનનો સુચક છે.
મારો પડછાયો મારો પરિવાર છે,
મારો આધાર મારો પરિવાર છે.
મારો પડછાયો મારા હમરાહી છે,
મારા દરેક કાયોઁનો હમરાજ છે.
પડછાયો ભાવના નો સાક્ષી છે,
સુખ દુઃખના સમય નો સાક્ષી છે.
પડછાયો એ જીવનની વાસ્તવિકતા છે,
બદલાશે સમય, સંજોગ એ વાસ્તવિકતા છે.
પડછાયો અાપણો છે છતાંય આપણો નથી,
રાત દિવસ એક છે છતાંય એક નથી..
ભાવના ભટ્ટ અમદાવાદ.....
Comments
Post a Comment