સંયમ

*સંયમ.* અછાંદસ કાવ્ય. ૩૦-૮-૨૦૨૦

ધન્ય જીવન છે એનુ,  સંયમ છે જેનુ મન, 
સત્ય વચનનુ પાલન થાતુ,  કટુ વચન કદી ના ઉચરતુ. 

મંગલ થાશે તેનુ, સંયમ છે જેનુ મન, 
કુડુ કરવા કોઈનુ ન ચાહે,  ચાલે સદા જે સાચા રાહે. 

વંદે સુર, ગુરુ, ધેનુ સંયમ છે જેનુ મન, 
દસ દિશ વાગે એના ડંકા, સૂર પગ પૂજે જરી નવ શંકા. 

નિશાન ઉડે નિર્ભેનુ, સંયમ છે જેનુ મન, 
ભાવના એ જીવન ધન્ય છે, એના તન, મન, ધન પાવન છે.

જન્મ, મરણ,  દુઃખ શેનુ,  સંયમ છે જેનુ મન, 
નિમઁળ, સંયમ નર પાસે નારી સંરક્ષણ ભાળે છે...... 
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ