નકશો

*નકશો* અછાંદસ... ૧૬-૮-૨૦૨૦ રવિવાર

આ કોરોના નાં સમયમાં ભલભલા નાં જીવનનો નકશો બદલાઈ ગયો,
છે પણ કળાય એવો રહ્યો નથી માણસ, જોતજોતાંમાં બદલાઈ ગયો.

મધ્યમવર્ગીય અંતરના ઓરડે
આંસુ છુપાવી જીવી રહ્યાં,
સાવ ખાલીખમ, મદદકર્તા 
નકશો જ શોધી રહ્યાં.

નકશો છે પણ દેખાય એવો નથી, કોણ સમજે વેદના,
કોરોના માં મધ્યમવર્ગના આમ જ છુપાવી રહ્યાં વેદના.

ગયેલો સમય પાછો મળે એમ નથી, આમ જીવવાનું છે,
રોજ સૂરજ ઢળે છે નકશો ક્યાં કોઈથી વંચાય છે.

એક એક જીવની કિંમત છે, એમાં જ નકશો ગુંચવાયો છે,
ગયેલો આ જિંદગીનો નકશો પાછો મળે એમ નથી..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ