આનંદ કરાવે માવડી
*આનંદ કરાવે માવડી* ભક્તિ ગીત... ૪-૮-૨૦૨૦ મંગળવાર..
આ મહામારીમાં આનંદ કરાવે માવડી,
આંસુ ભરી આંખે હસાવે ચેહર માવડી.
સુખમાં તો સાથ આપે છે સૌ અહીં પણ,
દુઃખમાં સાથ ન છોડે એ ચેહર માવડી.
ભાવના ભર્યા ભાવથી દોડતાં આવે ચેહર મા,
" રમેશભાઈ " ની ભક્તિ ની લાજ રાખે ચેહર મા.
રૂપા બા અને નાયણા નાગર નાં ખમી લીધાં ઘા ચેહર મા એ,
નાગર પરિવાર ની આબરૂ વધારી જગમાં એ ચેહર મા છે.
હારી જાય કોઈ હામ મનથી બધેથી ગોરના કૂવે બેઠી માવડી,
ત્યારે જીવવાની હોંશ જગાવે અને આનંદ કરાવે એ ચેહર માવડી છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment