અણમોલ બંધન
*અણમોલ બંધન* કવિતા.. ૧-૮-૨૦૨૦ શનિવાર
અનમોલ બંધન આ સ્નેહની રાખડીનો સંસાર,
રક્ષાબંધન ના પવિત્ર તહેવાર થી મહેકી રહ્યો સંસાર.
દુનિયામાં બધા સંબંધો થી આ પવિત્ર પ્રેમ,
રક્ષાબંધન એ ભાઈ બહેન નો અણમોલ પ્રેમ.
નિનાદ, નિશા ની છે મસ્તી છે સાથે દ્રિષવી નો તાલ,
સરગમ નું અજબ થવું ભાઈ બહેન માટે મિલાવીને તાલ.
મેધલ, ખ્વાઈશ ના આગમનથી ખુશી રેલાઈ,
જીનલ મંદ મંદ મુસ્કુરાઈ બંધાવે રાખડી બેહનો સંગ હરખાઈ,
આવ્યો આ શ્રાવણનો મહિનો ને રક્ષાબંધન નો પવિત્ર દિન જો,
ભાઈ બહેન ની મીઠી મજાક, મસ્તી થી ગૂંજે આ દિન જો.
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment