લાઈબ્રેરી
લાઈબ્રેરી... માઈક્રોફિક્સન.. ૫-૮-૨૦૨૦
લો પાછું સવાર થઈ ગયું, જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગયું, પપ્પાએ એના શોખને ધ્યાનમાં રાખીને ઘરમાં એક નાની લાઈબ્રેરી બનાવી આપી હતી અને આશા ખૂબ જ ખુશ હતી. પણ મોટાભાઈ ના લગ્ન થયા અને ભાભી ઘરમાં આવ્યા અને પળમાં બદલાઈ ગઈ જિંદગી,
થોડા સમય પહેલાં જેને લાઈબ્રેરી કહેતા હતા એને સ્ટોરરૂમ બનાવી દીધો. કારણ એટલું જ કે આશાની ભાભી ને અેના ભાભીએ આગળ ભણવા ના દીધી એનો બદલો આશા જોડે લીધો....
ભાવના ભટ્ટ અમદાવાદ.....
Comments
Post a Comment