અત્ર તત્ર ચેહર મા

*અત્ર તત્ર ચેહર મા* ભક્તિ ભાવ.. ૩૧-૮-૨૦૨૦ સોમવાર
"ચેહર  મા નો સંદેશ"..
આ પવન હું છું,  હું જ હવા છું,
દરદ પણ હું જ, હું જ દવા છું.
અત્ર તત્ર સર્વત્ર હું છું...

આમ ન હોત, તેમ હોય શકે,
અગર, મગર, હું જ અથવા છું.
જ્યાં જુઓ ત્યાં હું છું....

મારી શરણમાં આવેલા ને હું દુઃખી નથી થવા દેતી,
હું જ હકીકત, હું જ અફવા છું.
હું જ તમારાં અંતરનો અવાજ છું..

ભાવનાઓ થી અમલ કરો,
હું તમાંરા હૈયાં નો ધબકાર છું.
તમારી શ્રધ્ધા નો દીવો છું...

રોજબરોજ નવાં સ્વરૂપ ધરું હું,
તમારાં વિશ્વાસ નું ડેરૂ છું હું.
જે ભાવે જોશો એ ભાવે મળીશ હું...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ