રક્ષાબંધન

*રક્ષાબંધન* આપણી સંસ્કૃતિ...  "લેખ" ૩-૮-૨૦૨૦ સોમવાર

આજે પવિત્ર રક્ષાબંધન છે. આપણા ભારત દેશના પર્વો લાજવાબ છે. આજનું આ પર્વ ભાઈ બહેનના નામે લખાયેલું છે. બહેનની હેતભીની રાખડી ભાઈને ખુશીની ખુશ્બોમાં તરબતર કરી દે છે. અને ભાઈની અમીભરી આંખડી બહેનને પિયરની હૂંફ આપે છે. ભાઈના હાથે બંધાયેલી રક્ષા ભાઈને માથે જવાબદારી મૂકે છે બહેનની રક્ષાની. આવા આ પવિત્ર તહેવારને પવિત્ર જ બનાવી રાખીએ તો જ પર્વનો સાચો આનંદ માણી શકાય જો રૂપિયાનો રોગ લાગુ પડશે તો આ સંબંધ ભાવના વિહોણો થઈ જશે અને પછી રહી જશે એક દંભનો આંચળો. માટે ભાઈ એ શું આપ્યું ને કેવુ આપ્યું તે ન જોશો. માટે જ કોણે શું આપ્યું છે એ મહત્વનું ના બનાવો. ભાઈ પણ બહેનના નિર્મળ પ્રેમને સમજી ને રક્ષા નો સ્વીકાર કરે તો ધરતી પર સ્વર્ગ બની જાય. 
" રાખડી તો હેતભીની આંખડી"
 "રાખડી તો પ્રસન્નતાની પાંદડી"
બહેનની દિલથી નીકળતી દુવા સદાય ભાઈ માટે હોય છે. 
"મારા ભાઈનું 
તન સ્વસ્થ રહે 
મન સ્વસ્થ રહે 
જીવન ઝિંદાદિલ રહે.. 
અને ભાઈ બહેનની સુખની કામના કરે છે. આવો નિર્મળ પ્રેમ એટલે રક્ષાબંધન નો ઉત્સવ...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments