દિલ

@ દિલ...... લેખ...૭-૮-૨૦૨૦ શુક્રવાર
મારુ દિલ "માં" ના પ્યાર માટે તડપતુ રહેતુ. મારુ દિલ આમ તો બહાદૂર છે પણ અમુક સંજોગોમાં ડરપોક બની જાય છે. દરેક માણસનો એક મિત્ર હોય છે તે દિલ છે. દિલ હમેશા ગુપ્ત મદદ કરતો જ રહે છે. ભગવાન તરફથી મળેલી મોટી ગિફ્ટ છે આ દિલ.  જો એ બંધ થઈ ગયુ તો ખાલી ખોળિયું જ રહે છે. દિલ અનેક ગુપ્ત રહસ્યો ને છુપાવી ને ધડકે છે. દિલ નવા નવા સાહસો ખેડતુ રહે છે. આ દુનિયાનો સૌથી સાચો સાથી આપણુ દિલ જ છે.  આરામ કયાઁ વગર સતત ધડકતુ રહે છે. કેટલીય વાર તૂટયા  પછી પણ અવિરત ધબકતું રહે છે દિલ. આ દિલ ના હોય તો આપણી ચેતના જ ન હોય. આ દિલ થી જ દુનિયા છે અને દુનિયા જ આપણુ દિલ છે. ભાવના થી ભરેલુ દિલ હોય તો દુનિયા રંગીન લાગે છે ........ 
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ