એક ચેહર મા

*એક ચેહર મા* ભક્તિ ભાવ. ૨૮-૮-૨૦૨૦

આવે સાંજ પછી એક નવી સવાર ઉગે છે,
એક ચેહર મા જ જિંદગીનો અંધકાર દૂર કરે છે.

આરો કોઈ દેખાયો નહીં ત્યારે મઝધારે બચાવી લીધા,
ચેહર મા એ બાવડું પકડીને ઉગારી લીધા.

મૂંઝવણ અપાર હતી એમાંથી પાર ઉતારી લીધા,
ચેહર મા એ બની સુકાની પાર ઉતારી લીધા.

લેણદેણ છે એક ચેહર મા સાથે હાથ પકડી ઉગારી લીધા,
ચેહર મા ની કૃપા અંપરપાર, સેવકોને ઉગારી લીધા.

છે કર્તા હર્તા એક  તું જ ચેહર મા,
ભક્તોના ભાવનો આધાર તું જ છે ચેહર મા.
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments