આ તો ચેહર મા
*આ તો ચેહર મા* ભક્તિ ગીત.૯-૮-૨૦૨૦
આ તારું કામ છે માવડી, બાકી કોણ બેલી છે દુનિયામાં,
અંધારી રાતો પૂનમ લાગે છે માવડી, એ તારાં તેજનો પ્રતાપ છે.
કાશી લાગે છે, હરિદ્વાર લાગે છે તું ગોરનાં કુવે બેઠી માવડી,
ભાવનાના ભાવથી તું ચારધામ લાગે છે.
રમેશભાઈ નુ હૈયું ખુદનુંય આમ તને સર્વ તીર્થ માને છે,
ગવૈયાઓ ને ખાસ એક તારું નામ જ મધુરું લાગે છે.
ભટ્ટ પરિવાર એક બે નહીં, તમામ ચેહર મા તને પ્રેમે ભજે છે,
ભુવા, પઢિયાર ને તો તારા સ્મરણો નો રંગ લાગ્યો છે.
રૂપા બા એ તારી તસવીર જોઈ ત્યારે જ તારી લગની લાગી માવડી,
નાયણા નાગર નાં અધરો પર હરપળ તારું નામ રમતું હતું માવડી.
કુવાસીયો માથે ઓઢી, તને જુએ ત્યારે ચેહર મા તારી મોહીની લાગે છે,
કંદોર્યા ખમ્મા કહે છે ત્યારે તારો આશિષનો હેલ્લારો જાગે છે.
સેવકો, ભકતો તારાં દર્શન માત્રથી તને જોઈને ધન્ય બને છે,
નાનાં મોટાં ચેહર મા તારાં દર્શન માટે દોડતાં આવે છે.
તારા પરચા વિશે જો હું લખું તો, ગ્રંથ પણ નાનો લાગે છે ચેહર મા,
આ અવતારમાં મળી સુખ આપ્યું ચેહર મા એ તારી પ્રસાદી લાગે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ......
Comments
Post a Comment