એ રટણ માવડી નું
*એ રટણ માવડી નું* ભક્તિ ભાવ...૧૦-૯-૨૦૨૦
એ નામને વળગી રટણને જીવતું રાખો,
ભલે હો ટૂંકું આ જીવન ચેહર મા નું રટણ રાખો.
અંતર ની ભાવના ફાળવો અને ઝરણાંને જીવતું રાખો,
વધારો માવડી નું રટણ અને જયોત ઝળહળ રાખો.
ત્યજો તકરાર સંબંધોનાં અને એકમત થઈ રટણ જીવંત રાખો,
ગોરના કુવે બેઠાં મા એ નામ જીવંત રાખો.
ચડે જો જીભને ચાનક દળાવો ધાન સૌ મીઠા પણ રટણ રાખો,
હરતાં ફરતાં, ઉઠતાં બેસતાં ચેહર મા નું રટણ જીવંત રાખો.
ઘરમાં સૌ એકસાથે ચેહર મા નું રટણ કરવાનું રાખો,
નડો ના દુનિયા આખીને બસ માવડી નું નામ જીવંત રાખો ...
ભાવના ભટ્ટ અમદાવાદ...
Comments
Post a Comment