એક નારી ની વેદના

*એક નારી ની વેદના*  લેખ.. ૮-૯-૨૦૨૦

એક છોકરી પરણીને સાસરે આવે છે અને પારકાં ને પોતાના બનાવી દે છે પણ આખી જિંદગી એ તો પારકી જ રહે છે.... જે વ્યક્તિ નો હાથ પકડી આવી હોય છે અને બધાંજ સમર્પણ પછી પણ એ વ્યક્તિ એનો નથી થતો... ખરાબ સમય આવે પત્ની નોકરી અને ઘર અને બાળકો ને મોટા કરવા જાત ઘસી નાખે અને સારો સમય આવતાં જ પુરુષ એ સ્ત્રીની કદર ભુલીને નાની નાની વાતમાં ટણી અને ગુસ્સો કરી માનસિક પરેશાન કરે છે અને ખરાબ સમયમાં જે સગાં વહાલાં સામું પણ નહોતા જોતા એ વ્હાલા લાગે છે અને પછી એ સ્ત્રીની ભાવનાઓની અવગણના કરે છે અને એની મજાક મશ્કરી કરે છે એ ભુલી જાય છે કે આ હતી તો આજે ઘર છે??? બસ જવાબદારીમાંથી હાથ ધોઈ નાંખે છે અને સતત એ સ્ત્રીની ઉપેક્ષા કરે છે ક્યારેય એની ખુશી માટે કંઈ કરુ એવું પણ વિચારી શકતો નથી.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ