સાદગી

*સાદગી* ૨૫-૯-૨૦૨૦ શુક્રવાર

આમ સાદગીથી રહેવું સહેલું નથી, 
મેકઅપ વગર મોં બતાવવું સહેલું નથી. 

સાદગી ભર્યું જીવન જીવવું સહેલું નથી,
દંભ વગર જિંદગી જીવવી સહેલી નથી.

ભાવના સભર દરિયામાં તરવું સહેલું નથી, 
સાદગીદથી પ્રસંગમાં પોંહચવું સહેલું નથી. 

સાદગીની વાતો કરીને મન મનાવું સહેલું નથી, 
સાદગી ભરી રીતભાત પચાવવી સહેલી નથી. 

ખાલી સાદગીની વાતોથી પેટ ભરાતું નથી,
આડંબર છોડીને, સાદગી કોઈ અપનાવતુ નથી.
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ