આગમન

*આગમન* અછાંદસ કાવ્ય. ૩-૯-૨૦૨૦

આપના આગમનથી એવી અસર થઈ, 
રચનાત્મક પ્રવૃત્તિઓ થી રચના રચાતી થઈ.

આપના આગમનથી જીવનને મક્સદ મળ્યું, 
જીવન જીવવા માટેનું એક ટાણું મળ્યું.

શું  કરુ સત્કાર તમારા આગમનનું, 
 આંગણે કદીય જોયો અવસર રૂડા આગમનનું. 

ભાવના સભર આગમનનો અનુભવ થયો, 
જીવન બદલી સફળ જન્મારો થયો.

સાથે રહો છો કાયમ દુવાઓ દિલથી આપી, 
આગમનથી રાહબર બન્યા નવી રાહ આપી. 

સતત સ્મરણમાં રહો છો આગમન કરી, 
જીવન જીવતા શીખવ્યું આગમન કરી....

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ