એક નવાઈ ની વાત છે આ દુનિયામાં ઘણાં માણસો અમરપટો લઈને આવ્યા છે... બિચારો સિકંદર એમને મળ્યો હોત તો એને ખાલી હાથે નાં જવું પડત... રાજય, મહેલ, ઘર અને આંગણું પણ જોડે લઈ જવાત...
*સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા* લેખ.. ૨૭-૧૦-૨૦૨૦ આજના સોશ્યલ મીડિયા નો અતિરેક એટલો વધી ગયો છે કે એની આડઅસર આજના બાળકો પર પડે છે... કારણ કે માતા-પિતા જ એટલો બધો મોબાઈલ નો ઉપયોગ કરે છે એટલે એ જોઈને બાળકો પણ એ જ અનુકરણ કરે છે અને પછી શિખવાનું અને ના શિખવાનું શિખે છે... આમાં પછી એમ કહો કે બાળકો ભણતાં નથી તો ક્યાંથી ભણે ??? આપણાં ઘરનો માહોલ આપણે જ બગાડી મુક્યો છે.... પહેલાં તો સવાર સુંદર પ્રભાતિયાં થી જ ચાલું થતી અને વડીલો પણ બાળકો ની ભણતર,ગણતર ની પ્રવૃતિ માં રસ લેતા હતાં... અત્યારે તો માતા પિતા એટલાં મોબાઈલ માં હોય છે કે એમનું બાળક શું કરે છે???અને શું ખાય છે??? કોની જોડે રમે છે??? એ પણ જાણતાં નથી... પણ આ કોરોના પછી ફાયદો એ થયો કે ઓનલાઈન ભણવા છોકરાઓ ને મોબાઈલ કામમાં આવે છે ...એમાં ઘણાં ખરાં તો પબજી, રમી, ક્રિકેટ એવી અન્ય ગેમો રમતાં થઈ ગયાં છે... અરે હદ તો ત્યારે થાય ઘણાં ઘરોમાં પિતા ને તો એ પણ ખબર નથી કે એમનું સંતાન ક્યાં ધોરણમાં ભણે છે.... કારણ કે દિવસે નોકરી અને બાકીનો સમય મોબાઈલ વાપરવામાં જાય છે... હવે તમે જ કહો આજના બાળકો એ દેશ નું ભવિષ્ય છે પણ કેવું??? સમાજ, દેશ માટે...
Comments
Post a Comment