તંત્ર

તંત્ર..  અછાંદસ કાવ્ય.. ૬-૯-૨૦૨૦ રવિવાર

વ્યાજ, લાંચ, રૂશવત કરવામાં, જાગે આઠે પહોર, 
જગતમાં ચાલે એનુ જોર આ છે તંત્ર. 

નિધઁનનો કોઇ ભાવ ન પૂછે, 
કહે ભાઈ દુઃખ તારે શું છે??? આ છે તંત્ર. 

છળ, બળ, કળથી જ કામ કરતો, 
દીનબંધુથી જરા ના ડરતો આ છે તંત્ર. 

હરામનુ ખાવાનુ શોધે, લુચ્ચાઈ કરી જીતે, 
જગતમાં ચાલે એનુ જોર આ છે તંત્ર. 

ભાવના ઉપર થી ઊજળો પણ, મનથી મોટો ચોર, 
જગતમાં ચાલે એનુ જોર આ છે તંત્ર. 

વણ બોલાવ્યો ડહાપણ કરતો, 
લાભ દીસે ત્યાં ડગલું ભરતો આ તંત્ર... 

ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments