કાફલો

*કાફલો* અછાંદસ કાવ્ય. ૨૦-૯-૨૦૨૦

અે પરિવારનો કાફલો જિંદગીનું  અંગ છે,
સપ્તરંગી સ્વપ્નનો અેક  અજબ રંગ છે. 

એકતા રોકવા માટે ભલે કરે લાખ ઉપાય પણ,
અડચણો સામે એક બનીને કાફલો રહે છે.

કોઈ સાથ આપે કે ના આપે પણ કાફલો સંગ રહે છે,
અેક  દે  બસ  સાદ ને  કાફલો   હાજર   રહે  છે.

અેક ચહેરા પર હજારો રંગ રાખનાર જોઈ જલે છે,
પરિવારના કાફલા ની એકતા જોઈ સૌ દંગ રહે છે.

ભાવના સભર કાફલો એકમેક ની કાળજી રાખે છે,
આ  દ્રશ્ય  જોઈને   ઘણાયે   મોં બગાડ્યા   છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ