ચીસ
*ચીસ* અછાંદસ કાવ્ય. ૧૫-૯૨૦૨૦ મંગળવાર
એક ચીસ પાડી ભૂલ કરી બેઠા,
સૂરજને જાણે પડકાર કરી બેઠા.
આવી ચીસ પાડી ડરાવી બેઠા,
આંખોમાંથી આંસૂ બહાવી બેઠા.
ભરતી ઓટનો ગુસ્સો કરી બેઠા,
અધીરાઈમાં ખોટું પગલું ભરી બેઠા.
આવી ચીસ પાડી સૌને ડરાવી બેઠા,
દિલની ભાવનાઓ દુભાવી બેઠા .
એક્ પળ માટે પરિવારને ધ્રુજાવી બેઠા,
પ્રેમને ક્ષણ ચીસ પાડી ભૂલાવી બેઠા.
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment