મારાં ચેહર મા
*મારાં ચેહર મા* ભક્તિ ગીત... ૨૨-૯-૨૦૨૦
ચેહર મા અમારો ખુમાર છે
આફતથી જિંદગીને ઉગારે છે .
થોડુંક દર્દ છે થોડીક મોજ પણ,
જાણે કે વાગતી મીઠી સિતાર છે.
એ કારણે જ તો ચેહર મા મળ્યા છે,
ભાવનાનાં મનમાં ઉંચો મિનાર છે.
તારું જ રટણ છે હરએક શ્વાસમાં,
હરએક શ્વાસને એનો સ્વીકાર છે .
એટલેજ પાવર વાળી ચેહર મા છે,
કળિયુગમાં જાગતી જ્યોત ચેહર મા છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
Comments
Post a Comment