મુખોટો ખુશીનો

*શીર્ષક :- મુખોટો ખુશીનો* ૨૩-૯-૨૦૨૦

આ સમયમાં બદલાતા
મુખોટા જોયા છે
રંગરૂપ બદલતા લોકોને
ખુશીનો મુખોટામાં જોયા છે
શીખવે દુનિયાનાં રંગ 
આ દુનિયાનાં દાવપેચ જોયા છે
પોતાના પારકાને, પારકાને પોતાના,
બનીને મુખોટો ખુશીનો રાખે છે
ભરચોમાસે આકરા તડકામાં
 મુખોટામાં આંસુ જોયા છે
આંબા ડાળે કોયલના ટહુકા
સાંભળીને ઉદાસ થતાં જોયા છે
સુખમાં સાથ આપતા સંબંધીઓ 
દુઃખમાં પીઠ ફેરવતાં જોયા છે
દુઃખમાં વધુ દુઃખ દેતાં પોતાના 
એટલેજ મુખોટો ખુશીનો રાખે છે
અજવાળે સાથ દેતા સ્વાર્થીજનો
અંધારામાં સમુહમાં જોયા છે
અંધારે અલોપ થતો પડછાયો  
અજવાળે ખુશ રેહતા જોયો છે
મુશકેલીને વિટંબણાંમાં અડગ
રહેનારા ને મુખોટામાં જોયા છે
શ્રદ્ધા રાખનારની પડખે ઈશ્વરને
ઈશ્વર પાસે એકાન્તમાં મુખોટાને રડતા જોયા છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ