માળો

*માળો* કવિતા. ૧૦-૧૦-૨૦૨૦
તણખલા ભેગા કરી પંખીએ માળો બનાવ્યો, 
બહાર થી સાવ નાનો પણ અંદરથી મોટો. 

એક એક તણખલું ભેગુ કરી સુંદર માળો બનાવ્યો, 
નાના - નાના બચ્ચાઓ ને હુંફાળો લાગ્યો. 

સવારે ઉડીને ચણ વીણવા જાય પંખી, 
રાતે આવી ને બચ્ચા ને દાણા ખવડાવે. 

પાંખો ફૂટી ને બચ્ચા ઉડવા લાગ્યા, 
માળો છોડી ને ઉડાન ભરી ગયા. 

ભરેલો માળો  આજે  ખાલીખમ લાગ્યો, 
પંખી પાંખ પ્રસારી ઉડીને બીજે ઝાડ બેઠા. 

આ પંખી જેવુ જીવન " ભાવના " જીવીયે, 
આવો  દરેકને  મોકળાશ નો લ્હાવો દઈએ...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ