ભૂખ

*ભૂખ*  લઘુકથા... ૯-૧૦-૨૦૨૦

આતુરતાથી ચાતક ની જેમ રાહ જોઈ રહ્યો હતો સોમો કે મોટા ભાઈ રઘુ માંગવા ગયા છે તો કંઈક લાવશે તો આ ભૂખ ભાંગશે..
બાપા તો મજૂરી કામ કરતાં જ ગરમીમાં લૂ લાગવાથી પ્રભુ ધામ જતાં રહ્યાં અને એ આઘાત લાગ્યો મા કમળા ને પણ તોયે ઘર ચલાવવા કમર કસી ને મહેનત કરતી હતી પણ એક મોટા બંગલામાં વાસણ સાફ કરવાનું કામ મળ્યું હતું પણ એક દિવસ શેઠાણી એ માળિયું સાફ કરાવા કહ્યું અને એ લાકડાંના ઘોડા પરથી પડી તો કમરમાં વાગ્યું ...
શેઠાણી એ દવા કરાવી પણ કમળા પથારીવશ થઈ ગઈ..
રોજ તો બન્ને ભાઈઓ ભીખ માંગવા જતાં અને જે મળે એ વહેચીને ત્રણેય ખાતાં થોડી ભૂખ ઓછી થતી ને પાણી પીને પેટ ભરતાં...
પણ આ કોરોના નાં લીધે બહાર નિકળવું મુશ્કેલ હતું પણ બે ત્રણ દિવસથી કંઈ ખાધું નહોતું એટલે મા ની સાડીનો કટકો મોં પર બાંધીને રઘુ માંગવા નિકળ્યો હતો..
અને ચાતક ની જેમ મા દિકરો પેટની ભૂખ ઠારવા કટકો ખાવાં મળે એની રાહ જોઈ રસ્તા પર નજર લગાવી જોઈ રહ્યા હતા...
ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ