*આજે રંગે રમે માવડી* ભક્તિ ગીત... ૨૯-૩-૨૦૨૧ આજે રંગે રમે માવડી, કોણ કોણ સાથે ધૂળેટી રમે; અંબાજી,બહુચરાજીમાં, રંગે રમે આકાશમાં થી રંગોનો વરસાદ વરસે રે. ગુલાલ,લાલ, પીળાં કેસરી છે રંગો, રૂડા ખુશી ઉમંગોથી સર્વે દેવીઓ રમે; ધૂળેટીનો તહેવાર દેવીઓ ઉજવે રે. ખોડિયાર મા, મેલડી માં રંગે રમે, નવદુર્ગા, ચોસઠ જોગણીઓ રંગે રમે; રંગ ભરીને ચૂવાળ ચોકમાં રમે. ભાવના રંગોત્સવ દેવી મનાવે રે, ચેહર મા આજે ધૂળેટી રમે રે; ભુવાજી, પઢિયાર ને કંકુ છાંટે રે. નીત-નવા રંગોથી સેવકોને રંગે રે, દર્શનાર્થીઓને ગુલાલે રંગે રે; આજે ચેહર મા રંગે રમે રે. રંગ મસ્તીનો તહેવાર ધૂળેટી છે, દેવીઓ એ કરી ઉજાણી રે; માવડીએ રંગોની રમઝટ કરી રે.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment